વધેલા ભોજનનો કરો આ રીતે ઉપયોગ અને બનાવો વેસ્ટ માંથી બેસ્ટ વાનગી

લોકડાઉન ના કારણે જ્યાં ઘણા લોકોને ખાવાની સમસ્યા થઇ રહી છે, અને બીજી બાજુ વસ્તુ ના ભાવ વધતા રહે છે. એવા માં વધેલા ભોજન ને નકામું સમજી ને ફેંકી દેવું ન જોઈએ. તમે આ વધેલા ભોજનની વેડફાઈ નહિ કરી શકો અને વધેલા ભોજન નો બીજી વાર ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ વધેલા ભોજન માંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય છે.

Image result for WEST OUT OF  BEST RECIPY

શાક માંથી બનાવો વેજીટેબલ સૂપ : વધેલા શાકને ફેકવા ને બદલે એનું સૂપ બનાવી શકો છો. એના માટે શાક ને પાણીમાં નાખીને ચડવા દેવું અને પછી સૂપ માટે પૂરી તૈયાર કરવી, આ પૂરી અને શાકને મિક્સ કરવું. એમાં મરી અને સ્વાદ માટે ચાટ મસાલો નાખવો. આ પૂરી રીતે પૌષ્ટિક સૂપ બની જશે.

Image result for WEST OUT OF  BEST RECIPY

રોટલી માંથી બનાવો ક્રીપ્સી ચિપ્સ : જો રાત્રે રોટલી વધી હોય તો એને ફેકી ન દેવી પરંતુ એને પાપડ બનાવવા માટે ઉપયોગ કરવો. એના માટે રોટલીઓ ને નાના નાના ટુકડા માં કાપી લેવી. એ પછી કડાઈ માં તેલ ગરમ કરીને એને થોડી તળવી. હવે એમાં મરી, ચાટ મસાલો અને થોડું મીઠું છાંટી ને ખાવું.

Image result for WEST OUT OF  BEST RECIPY

વધેલી દાળ માંથી બનાવવા પરાઠા : રાતની વધેલા દાળ શાક ને ફેકવું નહિ, પરંતુ એનો ઉપયોગ પરાઠા બનાવવા માટે કરવો. એના માટે દાળ શાક ને લોટમાં નાખવું, એમાં હળદર, કાપેલી મરચી, ધાણા અને થોડું મીઠું મિક્ષ કરીને લોટ બાંધી લેવો. હવે પરાઠા બનાવીને દહીં, અથાણા ની સાથે સર્વ કરવું.

Image result for WEST OUT OF  BEST RECIPY

ચોખા માંથી બનાવવી કટલેસ : જો ભાત વધ્યા હોય તો એને કટલેસ, ખીર અથવા ચોખાના પાપડ બનાવવા માટે ઉપયોગ કરવો. કટલેસ બનાવવા માટે ભાત ને છૂંદો કરવો. એમાં પીસેલી દાળ, લીલા ધાણા અને મસાલો મિક્ષ કરવો. એને કટલેસ નો આકાર આપીને તળી લેવી. ખીર બનાવવા માટે તમે કડાઈ માં ભાત, દૂધ, ખાંડ અને થોડી એલચી નાખીને બાફી લેવી. એ સિવાય વધેલા ખાવા ને ફેકવા કરતા બીજા પણ વિકલ્પ છે કે આ વધેલા ભોજન ને કોઈ ભૂખ્યા લોકો ને અથવા જાનવરો ને પણ ખવડાવી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.