આજે જ ઘરે બનાવો વધેલી રોટલી માંથી ખુબ જ સ્વાદિષ્ટ ઢોકળી, બાળકો થઇ જશે ખુશ

દરેક લોકો ખાવાના ખુબ જ શોખીન હોય છે. જો લોકો ને દરરોજ અલગ અલગ ખાવાનું મળી રહે તો ખુબ જ મજા પડી જાય છે. એમાં પણ સ્વાદિષ્ટ અને મસાલેદાર વાનગી ખાવાની તો ખુબજ મજા આવે છે. દરેક લોકોએ દાળ ઢોકળી નું નામ તો સાંભળ્યું જ હશે. દરેક લોકો ના ઘરમાં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. ઘણા લોકો રોટલી વધે તો એને ફેકી દેતા હોય છે, પરંતુ એમાંથી ઘણી વસ્તુ બની જાય છે. પરંતુ આજે અમે તમને એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટ પસંદ આવે એવી ઢોકળી બનાવવા ની રેસીપી વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ વધેલી રોટલી માંથી ઢોકળી કેવી રીતે બનાવી શકાય છે.

बची हुई रोटी से बनाये दाल ढोकली | Bachi hui roti se banaye dal dhokli - YouTube

જરૂરી સામગ્રી : 

 • વધેલી રોટલી
 • વઘાર માટે રાઈ
 • હળદર
 • લાલ મરચું
 • લસણ
 • ડુંગળી
 • લીલા મરચા સમારેલા.
 • તેલ
 • લીલા ધાણા
 • મીઠું સ્વાદાનુસાર
 • પાણી

दाल ढोकली रेसिपी - Dal Dhokli Recipe In Hindi - Gujarati Dal Dhokli Banane Ki Vidhi

બનાવવાની રીત : 

 • સૌ પ્રથમ જે રોટલી વધી હોય તે લઇ લેવી અને તેના નાના નાના બટકા કરી લેવા.
 • ત્યાર બાદ તેમા થોડૂક પાણી નાખીને રોટલીના બટકા ને પલાળી દેવા. જરૂરિયાત મુજબ પાણી લેવું જેથી રોટલી બહુ ઢીલી ન થઇ જાય.
 • હવે પછી એક કઢાઇમાં તેલ ગરમ કરવ મુકવું. તેમા રાઇ નાખી પછી રાઇ ચટકે એટલે તેમા લીમડો, લસણ, મરચા અને ડુંગળી ઉમેરવી. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટા મિક્સ કરવા.
 • ત્યાર પછી તેમા ઉપરથી હળદર, મરચું, મીઠું વગેરે મસાલા નાખવા અને પછી એને 2 મિનિટ ચડવા દેવું.
 • ટામેટા થોડાક નરમ થાય એટલે તેમા દહીં નાખવું.
 • એ થોડું ચડી જાય પછી તેમા પલાળેલી રોટલી નાખી દેવી. તેને બરાબર મિક્સ કરી લેવું. હવે ઉપરથી તેમા કોથમીર (લીલા ધાણા) નાખવા.
 • થોડી વાર પછી એટલે કે ચડી જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો.
 • હવે તૈયાર છે ગરમા ગરમ વધેલી રોટલીની મસાલેદાર ઢોકળી… તેને તમે અથાણા સાથે સર્વ કરી શકો છો. આ ઢોકળી ને એકલી ખાવાથી પણ સ્વાદ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

Leave a reply:

Your email address will not be published.