શિવજીના આશીર્વાદ મેળવવા માટે રાખો અમુક બાબતોનું ધ્યાન, મળશે ખુબજ સારી સફળતા…

દરેક લોકો ભોલેનાથ પાસેથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે એની ભક્તિ માં લીન રહે છે. એવું બતાવવામાં આવે છે કે જો ભોલેનાથની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તે વ્યક્તિનું જીવન જ સુધરી જાય છે, તે વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓ દૂર થઇ જાય છે. શિવપુરાણમાં બીલીપત્રને પૂજવાની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથી, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે.

संकल्प लेकर करें इस मंत्र का जाप, भगवान शिव की प्राप्ति भी है संभव -  chanting lord shivas mantra

આજે અમે તમને જણાવી દઈએ બિલીના ધાર્મિક તેમજ આયુર્વેદિક ગુણ વિશે. સાથે જ કેવી રીતે શિવજીને બીલીપત્ર ચઢાવવા જોઈએ એના વિશે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરીને શિવાલયમાં જઈને શિવજી પર પાણી અથવા દૂધની ધારા સમર્પિત કરવી. પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પાંદ વાળા ૧૧,૨૧,૫૧ અથવા શ્રદ્ધાનુસાર વધારેમાં વધારે બીલીપત્ર શિવલિંગ પર એક મંત્ર બોલીને ચડાવવું, જે આ મંત્ર છે.

दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् ।
अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ।।

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्।
त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।

भोलेनाथ के भाग्य बदल देने वाले चमत्कारी उपाय - lord shiva

પૂજા, નૈવેદય તેમજ બીલીપત્ર અર્પણ કરીને પછી શિવજીના મંત્ર જાપ કરવા અને સ્તુતિ કરીને પછી શિવજી ની આરતી કરવી જોઈએ. છેલ્લે શિવ પાસેથી સુખદ અને નીરોગી જીવનની કોઈ પણ માનો કામના કરવી. જે શિવજી ચોક્કસ પૂર્ણ કરશે.

સોમવારનો દિવસ ભગવાન શિવજી ને સમર્પિત છે. જો તમે આ દિવસે એની પૂજા અર્ચના કરો છો અને એની સાથે જોડાયેલા અમુક ઉપાય કરો છો તો એનાથી તે તમારાથી જલદી પ્રસન્ન થાય છે, ભગવાન શિવજી ખુબ જ ભોળા ભગવાન છે અને તે એમના ભક્તોની ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે, એટલા માટે ભોલેનાથ કહેવામાં આવે છે.

सोमप्रदोष विशेष – Shiv Shakti Ashirwad

ઘણી જગ્યા પર શિવાલયોમાં બીલીપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે એના ચૂર્ણને ચઢાવવાનું વિધાન હોય છે. એટલે પુજારી ત્યાં બીલીપત્રના ચૂર્ણ ને પણ ચડાવવાનું કહે છે. જો આ રીતે ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવે અને તેમને બીલી પત્ર ચડાવવા માં આવે તો ભગવાન શિવ ખુબજ જલ્દી આપણા પર પ્રસન્ન થઇ જાય છે. ભગવાન શિવ દરેક ભગવાન કરતા વધારે ભોળા છે તેઓ પોતાના ભક્તો ની સાચા મન થી કરેલી નાની એવી પૂજા કે પ્રાર્થના થી પણ તરત જ પ્રસન્ન થઇ જાય છે. તેથી ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે ઉપર જણાવ્યા મુજબ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.