ખુશ ખબર: નોકરી કરતા લોકોને મોદી સરકારે આપી છે દિવાળી ભેટો, જાણો શું છે યોજનાનો લાભ..

કેન્દ્ર સરકારે કોરોના સંકટને કારણે બજારમાં માંગ ઓછી હોવાને કારણે દેશની અર્થવ્યવસ્થાના નુકસાનમાંથી ઉપર લાવવા માટે માત્ર ૧૫ દિવસની અંદર ૩ મોટી ઘોષણા કરી. આ અંતર્ગત માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં પરંતુ ખાનગી કર્મચારીઓને પણ લાભ મળશે.

image source

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં ૩૦ લાખ સરકારી કર્મચારીઓ માટે બોનસની (Bonus) જાહેરાત કરવામાં આવી હતી. તેના પહેલા, આ એલટીસી (LTC) કેશ વાઉચર યોજનાનો લાભ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળ્શે. આ ત્રણ ઘોષણાઓને અમલમાં મૂકવાથી, જ્યાં લોકોને તહેવારોમાં રોકડાની કમીથી  (Cash Crunch) મુક્તિ મળશે. તે જ સાથે, કેન્દ્ર સરકાર ઉપર ૧૫,૩૧૨ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

image source

સરકારી કર્મચારીઓ માટે દીપાવલી બોનસ

કેન્દ્ર સરકારે આજે સરકારી કર્મચારીઓ માટે દીપાવલી બોનસ (Government Employee Bonus)આપવાની જાહેરાત કરી છે. આ બોનસ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા સીધા કર્મચારીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તેનાથી કેન્દ્ર સરકારના ૩૦ લાખ કર્મચારીઓને લાભ મળ્શે. કેન્દ્ર સરકારે કહ્યું કે, ૩૭૩૭ કરોડ રૂપિયાના આ બોનસની તરત જ ચુકવણી શરૂ થઈ જશે.

image source

તેની જેમ સરકારી વાણિજ્યિક સંસ્થાઓનાં જેવી કે, રેલવે (Indian Railways), પોસ્ટ ઓફીસ (Post Office) સંરક્ષણ પ્રોડક્શન્સ (Defence Production), ઇપીએફઓ (EPFO), કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ESIC) માં ૧૭ લાખ બિન-રાજપત્રિત કર્મચારીઓને રૂ. ૨,૭૯૧ કરોડ રુપિયા પ્રોડક્ટિવિટી લિંક્ડ પ્રોત્સાહન (PLI) બોનસ તરીકે આપવામાં આવશે. તેમજ સાથે, કેન્દ્ર સરકારમાં કામ કરવા વાળા ૧૩ લાખ કર્મચારીઓને ૯૦૬ કરોડ રૂપિયાનું નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ (Non-PLI) બોનસ આપવામાં આવશે.

image source

એલટીએના બદલે એલટીસી કેશ વાઉચર યોજના

નાણા પ્રધાન નિર્મલા સીતારામન એ થોડા દિવસો પહેલા ખાસ LTC કેશ વાઉચર યોજનાની જાહેરાત કરી હતી. તેનો લાભ કેન્દ્રના કર્મચારીઓને મળશે. આ યોજનામાં એલટીએની જગ્યાએ કર્મચારીઓને કેશ વાઉચર મળશે. ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલાં તેનો ઉપયોગ કરવો પડશે. યોજના હેઠળ સરકારી કર્મચારીઓ રજા ઇન્કેશમેન્ટ અને ત્રણ વખત ટિકિટ ભાડાનો લાભ કેશના રૂપમાં મેળવી શકશે. સાથે જ, ૧૨ ટકાથી વધુ જીએસટીવાળા ઉત્પાદનો ખરીદવા માટે પણ વિકલ્પ મળશે.

image source

આ લાભ મેળવવા માટે, તેઓએ ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવું પડશે અને તેના માટે તેઓએ જીએસટી ઇનવોઇસ દેખાડવુ પડશે. કેન્દ્ર તરફથી સરકારી બેંકો (PSBs) ના કર્મચારીઓ પર કરવામાં આવેલા ખર્ચ રૂ. ૫,૬૭૫ કરોડ રૂપીયા અને સરકારી કંપનીઓ (PSUs) ના કર્મચારીઓ માટે રૂ. ૧,૯૦૦ કરોડ રૂપીયા થશે.

 

Leave a reply:

Your email address will not be published.