જાણો આ છે એવું પક્ષી, જેમાં સમાયેલી છે ભગવાન ની આપેલી અદ્બભુત અને અલૌકિક શક્તિઓ.

હિંદુ ધર્મ માં પક્ષીઓ ને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે અને એનું સમ્માન કરવું પણ દરેક હિંદુઓ એમનો ધર્મ સમજે છે. હિંદુ ધર્મમાં એવા ઘણા પશુ પક્ષીઓ હોય છે જે ખુબ જ ચમત્કારી અને પવિત્ર માનવામાં આવે છે. આ પક્ષીઓ ખુબજ વિશેષ પણ હોય છે એવું માનવામાં આવે છે. હિંદુ ધર્મના દેવી દેવતાઓની આ પક્ષીઓ પર વિશેષ કૃપા રહી છે. તેમજ ઘણા પક્ષીનો સ્વયં દેવી દેવતા પોતાના વાહનના રૂપમાં પ્રયોગ કરે છે.

मोर और मोरनी || Peacock and Peahen Video || Mor aur Morni ka Video || मोर  मोरनी || Beautiful Birds - YouTube

મોર : મોરને પક્ષીઓ નો રાજા કહેવામાં આવે છે, આ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. મોર ભગવાન શિવના પુત્ર કાર્તિકેય નું વાહન પણ છે અને મોર પંખ ભગવાન શ્રી કૃષ્ણ એમના મુકુટ માં લગાવીને રાખટા હતા. હિંદુ ધર્મ અનુસાર મોરની હત્યા હિંદુ ધર્મમાં મહાપાપ માનવામાં આવે છે.

nilkanth bird - Google Search | Birds flying, Bird, Nilkanth

નીલકંઠ : કહેવાય છે કે નીલકંઠ ને જોવાથી ભાગ્ય ના દ્વાર ખુલી જાય છે. દશેરાના દિવસે આ નીલકંઠ ના દર્શન કરવા ખુબજ શુભ અને લાભદાયી માનવામાં આવે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરવા માત્રથી વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે નીલકંઠ પક્ષીના દર્શન કર્યા પછી જ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને તેથી તેને ખુબ જ શુભ માનવામાં આવે છે.

Hans Meaning In Hindi And English

હંસ : હંસને હિંદુ ધર્મમાં ખુબ જ ઊંચું પદ આપવામાં આવ્યું છે. હંસને ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે કે કોઈ મનુષ્ય સિધ્ધિઓ ને પ્રાપ્ત કરી લે છે, તો તેને હંસ પદ પ્રાપ્ત કરી લીધું કહેવાય છે. તેમજ હંસને માં સરસ્વતીનું વાહન પણ માનવામાં આવે છે. તેના જ્ઞાન અને કળા ના કારણે જ એ માં સરસ્વતીને પ્રિય છે. તેમજ એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ હંસની હત્યા કરી દે છે તે નર્ક માં જાય છે.

vithu vithu popat by kumarvijay1708 on DeviantArt

પોપટ : પોપટ નો લીલો રંગ બુધ ગ્રહ ની સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોપટ ને પાળવાથી બુધ ગ્રહ ની કુદ્રષ્ટિ નો પ્રભાવ દુર થઇ જાય છે અને એને જોવા માત્ર થી જ વ્યક્તિ નું મન શીતલ થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.