જીવનમાં હંમેશા સફળતા પ્રાપ્ત કરવા માટે પતિ-પત્નીએ માનવી જોઈએ એકબીજાની વાતો

પતિ-પત્નીના જીવનમાં આ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે, એકબીજાને ખોટાં કાર્યો કરવાથી રોકવા જોઇએ. ખોટાં કામનું પરિણામ ખરાબ જ આવે છે. યોગ્ય-અયોગ્યને સમજીને જ એકબીજાને સાચી સલાહ આપવી જોઇએ. બંનેએ એકબીજાની સાચી સલાહ માનવી પણ જોઇએ. પતિ-પત્ની જ એકબીજાના શ્રેષ્ઠ સલાહકાર હોય છે.  વૈવાહિક જીવનમાં એકબીજા સાથે તાલમેલ ન હોવાથી પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદની સ્થિતિ નિર્મિત થઇ શકે છે.

These are the 5 things every wife expects from her husband! | India.com

લગ્નજીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ એકબીજાના સારા સલાહકાર બનવું જોઇએ. સુખી ગૃહસ્થ જીવન માટે જીવનસાથીની યોગ્ય સલાહ તરત માની લેવી જોઇએ, ત્યારે જ બંને વચ્ચે પરસ્પર પ્રેમ જળવાયેલો રહે છે અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. શ્રીરામચરિત માનસ પ્રમાણે રાવણ અને મંદોદરીના વૈવાહિક જીવનથી આપણે સમજી શકીએ છીએ કે, જીવનસાથીની યોગ્ય સલાહ માનીએ નહીં તો કેવી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

Cute Husband Wife Love Story - Best Love Story

જ્યારે શ્રીરામ પોતાની વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા હતાં, ત્યારે મંદોદરી સમજી ગઇ હતી કે, લંકાપતિ રાવણની પરાજય નક્કી છે. જેથી મંદોદરીએ રાવણને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો કે, તેઓ શ્રીરામ સાથે યુદ્ધ કરે નહીં. સીતાને પાછી સોંપી દે. શ્રીરામ સ્વયં ભગવાનનો અવતાર છે. મંદોદરીએ અનેકવાર રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, શ્રીરામ સાથે યુદ્ધ કરવાથી કલ્યાણ થશે નહીં, પરંતુ રાવણે મંદોદરીની એકપણ વાત માની નહીં. શ્રીરામ સાથે યુદ્ધ કર્યું અને પોતાના બધા જ પુત્ર અને ભાઈ કુંભકર્ણ સાથે તે પણ મૃત્યુને પ્રાપ્ત થયો.

Pin by caricature india on Wedding prep inspiration | Wedding picture  poses, Wedding photos poses, Indian wedding couple photography

આ પ્રસંગ પરથી આપણે સમજી શકીએ કે જીવનમાં ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે. સુખ હોય કે દુખ હોય ક્યારેય પણ પતિ પત્ની એ એકબીજાનો સાથ છોડવો જોઈએ નહિ. અને જો બંને માંથી કોઈ પણ એક ખોટા માર્ગે જતા હોય તો તેને સાચી સલાહ આપવી. મુખ્ય વાત તો એ છે કે પતિ પત્ની એ એકબીજાની વાત સંભાળવી અને એક બીજાની સારી સલાહ માનવી જોઈએ. તોજ જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત થાય છે.

couples |

અહી રાવને પોતાની પત્ની મંદોદરીની સલાહ ના માની ને પોતે મૃત્યુ ના શરણે ગયો. જો તેને પોતાની પત્ની ની વાત માની લીધી હોટ તો તેને યુદ્ધ કરવાની જરૂર જ ના પડેત અને પોતાના પ્રાણ પણ ના ત્યાગવા પડેત. આથી હંમેશા પતિ પત્ની એ એકબીજાનો સાથ આપી તેમની સાચી સલાહ કાયમ માનવી જોઈએ.

Leave a reply:

Your email address will not be published.