હોટલ જેવા કુલચા ખાવા માંગતા હોય તો આજે જ ઘરે બનાવો એકદમ સરળ રીતે સ્વાદિષ્ટ છોલે-કુલચા

આજકાલ દરેક લોકોને બજાર ની વાનગી ખુબ જ પસંદ હોય છે. જેના માટે અવાર નવાર લોકો હોટલ માં જમવા માટે જતા હોય છે. અને પંજાબી વાનગી ખાતા હોય છે. પરંતુ જો હોટલ જેવી જ વસ્તુ ઘરે બની જાય તો મજા જ આવી જાય છે. આજે અમે તમને છોલે કુલ્ચે ની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જે એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને બનશે પણ ખુબ જ ટેસ્ટી, તો ચાલો જાણી લઈએ છોલે કુલચા બનાવવાની રેસીપી..

Make street style Chole Kulche at home

જરૂરી સામગ્રી : 

 • છોલે ચણા (રાત્રે પલાળી દેવા)
 • ડુંગળીની પેસ્ટ
 • ચાટ મસાલો
 • સંચળ
 • મેંદો
 • ઘઉંનો લોટ
 • બેકિંગ પાવડર
 • મીઠું
 • બુરું ખાંડ
 • દહીં
 • તેલ
 • હુંફાળુ પાણી
 • કોથમીર
 • કાળા તલ
 • ધાણાજીરું
 • લીંબુ

Chole Kulcha in Kolkata | ID: 19822877148

કુલચા બનાવવાની રીત : 

 • સૌથી પહેલા તો મેંદો અને ઘઉંના લોટને મિક્સ કરી તેમાં ખાંડ, મીઠું અને બેકિંગ પાવડર મિક્સ કરવું.
 • ત્યારપછી 1 ચમચી તેલ નાખીને રોટલી જેવો લોટ બાંધવો. શિયાળો હોય તો 5-7 કલાક અને ઉનાળો હોય તો 3 કલાક જેટલો સમય લોટ મુકી રાખવો.
 • ત્યાર પછી આ લોટમાંથી એક નાનુ લુવું બનાવો અને તેના પર કાળા તલ અને કોથમીર (ઝીણી સમારેલી) છાંટીને હાથથી દબાવી દેવી.
 • એ પછી રોટલીની જેમ હળવે હળવે વણો. વણાઈ જાય પછી જે ભાગ પ્લેન છે તેના પર પાણી છાંટવું.
 • પાણી વાળો ભાગ તવા પર રહે તેમ મુકવો. તવા પર કુલચા બરાબર ચોંટી જાય પછી તેને ગેસ પર જ ઉંધી કરીને બીજો ભાગ શેકવો. કુલચાને ફેરવતા રહેવા, જેથી બન્ને ભાગ વ્યવસ્થિત શેકાઈ જાય.
 • ત્યાર બાદ કુલચા ને તવા પરથી ઉતારીને એના પર બટર અથવા ઘી લગાવવું.
 • ત્યાર બાદ છોલે પર ચાટ મસાલો, ધાણા જીરું, કાળા મરી, સંચળ,મીઠું, લીંબુ નાખીને મિક્સ કરીને એના ઉપર ડુંગળી પણ નાખવી.
 • હવે તૈયાર છે તમારા એકદમ સ્વાદિષ્ટ ગરમાગરમ છોલે-કુલચા, જે બીજું કોઈ પણ પંજાબી શાક સાથે પણ એનો સ્વાદ ટેસ્ટી આવશે.

Leave a reply:

Your email address will not be published.