જાણો દુખાવાની ગોળીઓનું વધારે સેવન કરવાથી થાય છે ઘણા નુકશાન

આજકાલ દરેક લોકોને કોઈ ને કોઈ દુખાવો થતો જ હોય છે જેના માટે તેઓ દુખાવાની દવા લઇ લે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતી દુખાવાની દવા નું સેવન કરવાથી શરીર માં ઘણા નુકશાન થાય છે અને સાથે સાથે વધી રહેલા પ્રદુષણ ના કારને પણ વ્યક્તિઓ ના શરીર માં  નાની મોટી બીમારીઓ દરરોજ ઉભી હોય છે. ઘણા લોકો વારંવાર માથાના દુખાવાની દવા લઇ લે છે. જે ખુબ જ નુકશાન કરે છે.

 

image source

મોટાભાગે લોકોના શરીરમાં માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવા જેવી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. લોકો માં આવો દુખાવો સહન કરવાની શક્તિ પણ ઓછી થઇ રહી છે જેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હંમેશા પેનકિલર દવાઓનું સેવન કરે છે. આ પેનકિલર એક તબ્બકે લોકોના દર્દને તો દુર કરે છે પરંતુ આ દવાના વધુ પડતા સેવેનથી આડ અસરો પણ થઇ શકે છે. એટલા માટે જેમ બને તેમ આવી દવાઓ થી દુર રહેવું જ સારું માનવામાં આવે છે. ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે વધુ પડતા સેવેનથી શરીરમાં કઈ કઈ પ્રકારની આડ અસરો જોવા મળે છે.

image source

બ્લડપ્રેશરની સમસ્યા

વધારે પડતાં દુખાવાની દવાના સેવનથી બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત હાડકાને પણ નુકસાન પહોંચાડે છે તમારા હાડકાં નબળાં પડી જાય છે. આવી દવાઓ થી આપણા શરીર નો દુખાવો તો તરત દુર થઇ જાય છે જેથી આપણને ખુબજ રાહત મળે છે પરંતુ સામે ની બાજુ એ આપણને ડબલ નુકશાન કરે છે.

image source

કિડનીની સમસ્યા

કેટલાક લોકો નાની સમસ્યાઓમાં પણ પેનકિલરનું સેવન કરતાં હોય છે, પરંતુ આ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં આ પેનકિલર દવાઓનું સેવન કરો છો તો એનાથી તમારી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે સાથે સાથે વધારે પ્રમાણમાં આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાનું પણ જોખમ થઇ શકે છે.

image source

પેટના દુખાવાની સમસ્યા

કેટલીક વાર પેનકિલર લેવાથી દુખાવો તો ઓછો થઇ જાય છે પણ એનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયરિયા અને પેટના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે. તેથી બની શકે ત્યાં સુધી ક્યારેય પણ આવી દવા ડોક્ટર ની સલાહ વીના લેવી જોઈએ નહિ. જો કઈ પણ તકલીફ હોય તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી ઘરે બેઠા જાતે મેડીકલ માંથી લાવી આવી દવાઓના સેવન થી બચવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.