આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ અને કાઠીયાવાડી ભરેલા રીંગણનું શાક

દરેક લોકોનો સ્વાદ અલગ અલગ હોય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. દરેક જગ્યા પર ભરેલા રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. આજે અમે તમને કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક બનાવવાની રીત જણાવીશું. તો ચાલો જાણી લઈએ એકદમ સ્વાદિષ્ટ ભરેલા રીંગણ નું શાક બનાવવાની રીત.

Bharela Ringan Nu Shaak | Stuffed Aubergine Curry – The Conscious Veggie

જરૂરી સામગ્રી : 

 • રીંગણ
 • થોડા તલ
 • ખમણેલું નારિયેળ (કોપરું),
 • મગફળી ના દાણા
 • લસણ ની કળી
 • આદુના ટુકડા
 • લીમડાના પાન
 • લાલ મરચું પાવડર
 • ધાણાજીરું અને આખું જીરૂ
 • હળદર
 • તંદુરી મસાલા (માલવણી મસાલા)
 • રાઈ
 • તેલ
 • મીઠું સ્વાદ અનુસાર
 • તજ નો ટુકડો,
 • થોડા લવિંગ
 • જીણું ખમણેલું લસણ
 • ટમેટું
 • જીણા કાપેલા લીલા ધાણા
 • ગોળ

Bharwa Baigan Recipe - Ringan na Ravaiya - Stuffed baby Eggplant recipe - Gujarati recipe - YouTube

ભરેલા રીંગણ નું શાક બનાવવાની રીત : સૌથી પહેલા એક કડાઈ લઈને ગેસ પર મુકવી અને રીંગણ માં એ રીતે ચીરા લગાવો કે નીચેથી જોડાયેલા રહે અને પછી તલ અને મગફળી ને પીસી લેવા, હવે એક વાટકા માં સીંગદાણા નો ભૂકો, સૂકા લાલ મરચા લસણ ની ચટણી, ધાણાજીરું, હળદર, ખાંડ,મીઠું કોથમીર અને ૨ ચમચી તેલ મિક્ષ કરો.
પછી મિક્ષ કરેલી દરેક વસ્તુ મીઠુ, મરચુ, કોપરું, આમચૂર, હળદર રીંગણમાં ભરી લેવું. એ પછી તેલમાં લસણ, ડુંગળીને થોડા સાંતળી લેવા. હવે તેમા ભરેલા રીંગણ નાખી ને પછી ધીમે ધીમે હલાવવું. થોડીવાર સુધી ઢાંકીને રીંગણ બફાવા દેવા. રીંગણ બફાય જાય એ પછી લીલા ધાણા નાખીને ઉતારી લેવું. હવે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને કાઠીયાવાડી ભરેલા રીંગણ. આ શાક ને પરાઠા કે ભાત સાથે ગરમાગરમ પીરસી શકાય છે. આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોને અને મોટા દરેક લોકોને ખુબ જ પસંદ આવશે

Leave a reply:

Your email address will not be published.