આ વખતે ઉજવો આ રીતે ઇકો ફ્રેન્ડલી દિવાળી, ઘરના દરેક ખૂણાને આપો રોશની

દિવાળી દીવાઓનો ઉત્સવ છે, જે ભારતમાં ખૂબ ઘુમ ધામથી ઉજવવામાં આવે છે.આ તહેવારમાં લોકો ફટાકડા અને દીવડાઓથી રોશનીથી આખા માહોલમાં ઝગમગાવટ કરીને ખુશીઓને એકબીજામાં વહેંચે છે. પરંતુ આ તહેવારને ધ્યાનમાં રાખીને આપણે પર્યાવરણની પણ સંપૂર્ણ કાળજી લેવી જોઈએ.દર વર્ષે દિવાળી પર ફટાકડા, રાસાયણિક વાળી વસ્તુઓ, પ્લાસ્ટિક વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેનાથી પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. આ સમય દરમિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું સ્તર વધે છે.  તેથી પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવવી જોઈએ.  તો ચાલો આપણે ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરીએ.

image source

માટીના દીવા વાપરો

આ વખતે દિવાળીમાં ઇલેક્ટ્રિક લાઇટનો ઉપયોગ કરવાને બદલે માટીના દીવા વાપરીને ઘરને જગમગવો.તમે જે માટીના દીવા વાપરો છો તે પર્યાવરણને નુકસાનથી બચાવશે જ,પરંતુ કુંભારો અને નાના વેપારીઓને આર્થિક મદદ પણ મળશે.  માટીના દીવાઓના ઉપયોગથી વીજળી પણ બચશે.

image source

ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ઘરે લાવો

વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આપણે પૂજા કરવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો જોઈએ.માટીથી બનેલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સમય જતાં જમીન સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનો નાશ થતો નથી,જે ન ફક્ત પર્યાવરણને નુકસાન પહોંચાડે છે પરંતુ જ્યાં પણ ફેંકી દેવામાં આવે છે ત્યાં તમારી ભાવનાને નુકસાન પહોંચે છે. પૂજા માટે બજારમાં લક્ષ્મી, ગણેશ અને કુબેરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સરળતાથી મળી જાય છે.

image source

રંગોળીમાં કેમિકલવાળા રંગનો ઉપયોગ ન કરો

દિવાળીમાં ઘરે રંગોળી બનાવવી એ શુભ માનવામાં આવે છે, તેથી લગભગ ભારતના લગભગ દરેક ઘરમાં રંગોળી બનાવવામાં આવે છે.  રંગોળી બનાવવા માટે અનેક પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો મોટાભાગે રાસાયણિક(કેમિકલ)વાળા હોય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી આ દિવાળી આવા રંગો ન વાપરો અને તેના બદલે કુદરતી રંગો ખરીદી ને રંગોળી બનાવો.

image source

ગાયના છાણમાંથી બનાવેલા દિવાનો ઉપયોગ કરો

આજકાલ બજારમાં ગાયના છાણમાંથી બનેલા દિવા ઉપલબ્ધ છે, જે પર્યાવરણ માટે ફાયદાકારક હોય છે. આ દિવા છાણમાં ઘી અને જરૂરી તેલ ઉમેરીને બનાવવામાં આવે છે, જેમાં લીંબુ ઘાસ જેવા ઉત્પાદનોનું મિશ્રણ હોય છે.

Leave a reply:

Your email address will not be published.