૪૦ ની ઉંમરમાં પણ યુવાન દેખાવા માંગો છો, તો રાખો આ બાબતોનું ધ્યાન

ઉંમરની સાથે સાથે મેકઅપ ની જરૂરતો પણ બદલી જાય છે. ચહેરા પર હંમેશા એક પ્રકારની પ્રોડક્ટ લગાવી શકાતી નથી, કારણ કે ઉંમર વધવાની અસર ત્વચા પર પણ જોવા લાગે છે. ૪૦ પછી ત્વચા પર ધીમે ધીમે કરચલી પાડવા લાગે છે. એટલા માટે આ સમયે મેકઅપ પણ ખુબ જ સમજી વિચારીને કરવો જોઈએ. વધતી ઉંમર માં પણ આકર્ષણ જોવું હોય તો તમારા મેકઅપ કરવાની રીત માં થોડો બદલાવ જરૂર કરવો જોઈએ, તો ચાલો જાણી લઈએ એના વિશે.

What are some beauty, health and lifestyle tips from 40+ year old women who  look amazing and are often mistaken for being much younger? - Quora

લીપ લાઈનર જરૂર લગાવવી : ઉંમરની સાથે સાથે આસપાસ ની ત્વચા ઢીલી પડવા લાગે છે અને કરચલી પણ ચોખ્ખી નજર આવવા લાગે છે. લીપ લાઈનર વગર લિપસ્ટિક લગાવવાથી તે તરત ફેલાવવા લાગે છે. લીપ લાઈનર લિપસ્ટિક ને ઢીલી ત્વચા સુધી પહોચવા દેતી નથી. એટલા માટે લિપસ્ટિક કરતા પહેલા લાઈનર જરૂર કરવી.

How 40-Year-Old Sutton Foster Looks 26 on 'Younger'

ગાલની ઉપર બ્લશ લગાવવું : બ્લશર હંમેશા ચહેરા ના હિસાબે લગાવવું જોઈએ, વધતી ઉંમર ની સાથે તમારે બ્લશ લગાવવાની રીત પણ બદલવી જોઈએ. બ્લશ ને ગાલના બોન્સની ઉપરના ભાગપર લગાવવું જોઈએ. એનાથી તમારી ત્વચા માં સુંદરતા નજર આવશે. એ સિવાય બ્લશ નો કલર પસંદ કરતા સમયે તમારી સ્કીનનો કલર પણ ધ્યાનમાં લેવો. બ્લશર લગાવતા સમયે ચહેરાની રંગત અને આકાર નું પણ ધ્યાન રાખવામાં આવે તો સુંદર લુક આવે છે.

You Better Get Wild Right Now Young (40 year old) Lady! – Jodi Aman Earth  Wisdom for Higher Consciousness

લિક્વિડ પ્રોડક્ટ નો વધારે ઉપયોગ કરવો : વધતી ઉંમરમાં પાવડર વાળી પ્રોડક્ટથી ચહેરાની કરચલી વધારે જોવા મળે છે, જેનાથી મેકઅપ ખરાબ દેખાય છે. ઉંમરની સાથે ત્વચા સૂકવવા લાગે છે. એટલા માટે મોઈશ્ચરાઈઝર વાળા લિક્વિડ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો એ આ ઉંમરમાં સૌથી સારું માનવામાં આવે છે, એનાથી ચહેરા પણ થોડો મેકઅપ પણ સારો દેખાવ આપે છે.

મેટ લિપસ્ટિક કરવાથી બચવું : ઉંમરની સાથે સાથે ત્વચા ની સુંદરતા પણ ઓછી થવા લાગે છે, જેની અસર હોઠ પર પણ પડે છે અને હોઠ સૂકવવા લાગે છે તેમજ ફાટવા પણ લાગે છે. મેટની લિપસ્ટિક લગાવવાથી હોઠ વધારે સુકાઈ જાય છે, જયારે ન્યુડ શેડથી ઉંમર વધારે દેખાવા લાગે છે. લિપસ્ટિક ના તેજસ્વી શેડ પસંદ કરવા. હોઠ પર ચમક લાવવા માટે લીપ ગ્લોસ નો પણ ઉપયોગ કરી શકાય છે.

આઈલાઈનર નો પ્રયોગ કરવો : એકદમ પરફેક્ટ આઈલાઈનર લગાવવી એક મુશ્કેલ કામ છે, પરંતુ જો આંખો પર યોગ્ય રીતે આઈલાઈનર લગાવવામાં આવે તો તે એકદમ અલગ લુક આપે છે. આઈલાઈનર ની સાથે હંમેશા કાજળ લગાવવાની જરૂરત નથી અને જો કાજળ પણ લગાવવી હોય તો એકદમ થોડી જ લગાવવી.

Leave a reply:

Your email address will not be published.